નવી દિલ્હી: આમ આદમી પાર્ટી ફરીથી શાનદાર પ્રદર્શન સાથે દિલ્હીની સત્તામાં વાપસી માટે તૈયાર છે. આપની વિકાસની રાજનીતિ ભાજપની રાષ્ટ્રવાદની રાજનીતિ પર હાવી થતી જોવા મળી રહી છે. શનિવારે દિલ્હી વિધાનસભા ચૂંટણી પૂરી થઈ. મતદાન બાદ આવેલા એક્ઝિટ પોલના પરિણામોમાં આ સંકેત સ્પષ્ટ જોવા મળ્યાં. આમ આદમી પાર્ટી એક્ઝિટ પોલના પરિણામોથી ખુશ છે પરંતુ હજુ પણ ઈવીએમની સુરક્ષાને લઈને ચિંતિત છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્હી ચૂંટણી: 'AAP'ને મુસ્લિમ મતદારોનું મળ્યું જબરદસ્ત સમર્થન, BJPને પણ ધાર્યા કરતા વધુ મતો


દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શનિવારે સાંજે પાર્ટીના નેતાઓની સાથે પોતાના ઘરે બેઠક યોજી. આ બેઠકમાં મનીષ સિસોદીયા, ગોપાલ રાય અને સંજય સિંહ સાથે ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર પણ હાજર રહ્યાં હતાં. બેઠક પૂરી થયા બાદ સંજય સિંહે કહ્યું કે ચૂંટણી પૂરી થયા બાદ સીલ લાગ્યા પછી ઈવીએમને કંટ્રોલ રૂમમાં લઈ જવા જોઈએ. પરંતુ કેટલાક ઈવીએમ હજુ પણ અધિકારીઓ પાસે છે. 


ભાજપ નેતાઓએ મીટિંગ બાદ કહ્યું અમને Exit નહી Exact Polls પર વિશ્વાસ


અત્રે જણાવવાનું કે દિલ્હી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને અત્યાર સુધી અનેક ચેનલો/એજન્સીઓના એક્ઝિટ પોલના અનુમાન વ્યક્ત કરાયા છે. AAP ગત વખતે થયેલો ચૂંટણી મેજિક દોહરાવી નહીં શકે પરંતુ લગભગ 50 બેઠકો સરળતાથી મેળવી શકે છે તેવું એક્ઝિટ પોલના તારણોમાં બહાર આવ્યું છે. આમ આદમી પાર્ટીને 50.6 ટકા, ભાજપને 36 અને કોંગ્રેસને 9ટકા મતો મળવાની શક્યતા છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...